Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વર્લ્ડ નં.૧ બેડમિન્ટન પ્લેયર જાપાનના કેન્ટો મોમોતાને કોરોના

ટોકયો : દુનિયાના નં.૧ પુરૂષ બેડમિન્ટન ખેલાડી જાપાનના કેન્ટો મોમોતાને કોરોના વળગ્યો છે. જાપાન બેડમિન્ટન સંઘે કહ્યું કે મોમોતા કોરોના સંક્રમિત થયા બાદ જાપાની ખેલાડી આ મહિને થનાર થાઈલેન્ડ ઓપનમાં રમી શકશે નહિં. થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ૧૨ જાન્યુઆરીથી શરૂ થનાર છે.

(3:25 pm IST)