Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રહાણે બહાદુર અને ચતુર કેપ્ટન : ઈયાન ચેપલ

મેલબોર્ન : બોકસીંગ ડે ટેસ્ટમાં ભારતને શાનદાર જીત અપાવનાર કેપ્ટન અજીન્કીયા રહાણેના વખાણ કરતાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે કહ્યું હતું કે રહાણે એક બહાદુર અને ચતુર કેપ્ટન છે.

રહાણેની આગેવાનીમાં ભારત ઓસ્ટ્રેલિયાને હરાવે એ મને આશ્ચર્યચકિત કરી દીધો હતો. ૨૦૧૭માં જે લોકોએ ધર્મશાલામાં રહાણેને કેપ્ટનશીપ કરતા જોયો હશે તે તેના વખાણ કરશે. આ બંને ટીમો વચ્ચે આવો જ મેચ રમાયો હતો. જેમાં નીચલા ક્રમે જાડેજાએ અને ટાર્ગેટનો પીછો કરતાં રહાણેએ શાનદાર ઈનિંગ રમી હતી.

(3:25 pm IST)