Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

પ્રેકટીસ દરમિયાન ચેતેશ્વર ઘાયલઃ કોણીમાં ઈજા

નવી દિલ્હી : નવા વર્ષમાં ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્રેકટીસ સેશન દરમિયાન ઈન્જરી થઈ છે. પ્રેકટીસ દરમિયાન પૂજારાને કોણીમાં બોલ લાગ્યો હતો.  જો કે આ સીરીઝમાં ચેતેશ્વરે કોઈ મોટો સ્કોર નોંધાવ્યો નથી. પ્રેકટીસમાં ઈજા થતા તે પ્રેકટીસ છોડી ચાલ્યો ગયો હતો. આમ ત્રીજા ટેસ્ટ મેચ અગાઉ તેના રમવા ઉપર સવાલો ઉઠ્યા છે.

(3:26 pm IST)