Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શ્રીલંકાના કોચ આર્થર અને ઓપનર થિરીમાને પોઝીટીવ

વિન્ડીઝનો પ્રવાસ સંકટમાં

કોલંબોઃ શ્રીલંકાની ટીમના કોચ મીકી આર્થર અને  અનુભવી બેટસમેન લાહિરૂ થિરિમાને વેસ્ટઇન્ડિઝ ટુર અગાઉ જ કોરોના પોઝીટીવ આવ્યો છે. જેના કારણે વેસ્ટઇન્ડિઝનો પ્રવાસ ઉપર સંકટના વાદળો છવાઇ ગયા છે. આર્થર અને થિરિમાને કવોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

શ્રીલંકાની ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં ૨ ટેસ્ટ, ૩ વનડે અને ૩ ટી-૨૦ મેચોની સિરીઝ રમનાર છે. માર્ચમાં રમાનાર આ સીરીઝને પાછી ઠેલવવા વિચારણા ચાલી રહી છે.

(3:54 pm IST)