Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

૧૨૫ થી ૧૩૫ જેટલા ખેલાડીઓ ટોકીયો ઓલિમ્પિક જીતવા માટે કવોલીફાય થશે

નવી દિલ્હીઃ ૨૩ જુલાઇથી ટોકીયો ખાતે શરૂ થનારી ઓલમ્પિક માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલ ભારતના ૧૦૦ જેટલા ખેલાડીઓ ઓલમ્પિક માટે કવોલિફાય કરી ચૂક્યા છે. જેમાં ૫૬ પુરુષ અને ૪૪ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) ના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ  કહ્યું હતું કે, આગામી ટોક્યો ઓલમ્પિક માટે ભારતના લગભગ ૧૯૦ જેટલા સભ્યો ટોકિયો જનાર છે જેમાં ૧૦૦ વધુ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. આ તકે રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ તમામ ખેલાડીઓને કીટનું વિતરણ કર્યું હતું. હાલ  ૧૦૦ જેટલા એથ્લેટીકસ ઓલમ્પિક માટે કવોલિફાય કરી ચૂક્યા છે અને હજુ ૨૫ થી ૩૫ જેટલા એથ્લેટીકસનો ઉમેરો થઇ શકે છે. આગામી બે થી ત્રણ સપ્તાહમાં કવોલિફીકેશન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જેમાં ૧૨૫ થી ૧૩૫ જેટલા એથ્લેટીકસ ઓલિમ્પિક માટે કવોલિફાઇ થાય તેવી આશા છે. એટલે કે અધિકારી, સહયોગી સ્ટાફ સહિત ભારતીય ટીમમાં ૧૯૦ જેટલા સભ્યો હશે.

(3:22 pm IST)