Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

વિરાટ- ગાંગુલીને હાઈકોર્ટની નોટિસ

ઓનલાઈન ફેન્ટસી સ્પોર્ટસ એપ્લીકેશનની જાહેરાત કરનારા

મુંબઈઃ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ દરમિયાન વિરાટ કોહલી અને બીસીસીઆઈ  પ્રમુખ સૌરવ ગાંગુલીને મદ્રાસ હાઈકોર્ટ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. ઓનલાઇન ફેન્ટસી સ્પોર્ટ્સ એપ્લિકેશનની જાહેરાત સંબંધિત હાઇકોર્ટે આ નોટિસ પાઠવી છે.

જસ્ટિસ એન કિરૂબાકરણ અને મદુરાઇ બેંચના બી પુગલેન્ધીએ આવી એપ્સની જાહેરાત કરનારા એકટર પ્રકાશ રાજ, તમન્ના રાણા, સુદીપ ખાન જેવા હસ્તીઓને નોટિસ મોકલી છે. કોર્ટે ૧૯ નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

આ કેસમાં આ અરજી મોહમ્મદ રિઝવી નામના વકીલ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તમિલનાડુમાં આ એપ્સ દ્વારા પૈસા ગુમાવ્યા બાદ કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ રિઝવીએ આ પગલું ભર્યું હતું.

કોર્ટે કહ્યું કે એપ્લિકેશનના માલિકો હસ્તીઓનાં નામનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં કોહલી પર પણ આવો જ કેસ નોંધાયો હતો.ચેન્નઇના વકીલે ઓનલાઇન જુગાર પર પ્રતિબંધ લગાવવા અરજી કરી હતી.

(2:49 pm IST)