Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જીયો વૂમન ટી-૨૦ ચેલેન્જના હેડ કોચ તરીકે નંદીતા અઢીયાની નિમણુંક

રાજકોટઃ શારજહા ખાતે આજથી જીયો વૂમન ટી-૨૦ ચેલેન્જનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રાજકોટના મહિલા ક્રિકેટર અને પૂર્વ ક્રિકેટર કમ કોચ કૌશીક અઢીયાના પત્ની નંદીતા અઢીયાની નિમણુંક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર મહિલા ટીમના હેડકોચ તરીકે સેવા આપતા નંદિતા અઢીયાની ટ્રેઈલબ્લેઝર્સ જેવી ખેલાડીઓની ટીમના કોચ તરીકે પસંદગી કરવામાં આવતા  તેઓ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(2:49 pm IST)