Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

વેસ્ટઇન્ડીઝનો સ્ટાર બેટ્સમેન માર્લોન સેમ્યુઅલ્સ લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત

નવી દિલ્હી: બે વખત ટી -20 વર્લ્ડ કપનો ખિતાબ વેસ્ટ ઈન્ડિઝ પ્રાપ્ત કરનાર સ્ટાર બેટ્સમેન માર્લોન સેમ્યુએલ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. સેમ્યુએલ્સ છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ તરફથી ડિસેમ્બર 2018 માં બાંગ્લાદેશ સામે રમ્યો હતો.સેમ્યુએલ્સએ આ વર્ષે જૂનમાં ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (સીડબ્લ્યુઆઇ) ને નિવૃત્તિની જાણકારી આપી હતી, જેની પુષ્ટિ સીડબ્લ્યુઆઈના ચીફ એક્ઝિક્યુટિવ જોની ગ્રેવે આપી હતી.વેસ્ટ ઇન્ડીઝ તરફથી 71 ટેસ્ટ મેચ રમનાર 39 વર્ષીય સેમ્યુએલે 3917 રન બનાવ્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ તરફથી 207 વનડે મેચ રમી છે અને 5606 રન બનાવ્યા છે જેમાં 10 સદી અને 30 અડધી સદીનો સમાવેશ છે. આ સિવાય 67 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 1611 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ સેમ્યુએલે 71 ટેસ્ટમાં 41 વિકેટ ઝડપી છે જ્યારે તેની  207 વનડેમાં 89 વિકેટ છે જ્યારે ટી -20 મેચોમાં તેણે 22 વિકેટ ઝડપી છે.

(5:32 pm IST)