Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

T20 વિશ્વકપ પહેલા જ ટીમ ઇન્ડીયાના વરુણ ચક્રવર્તીને ઘૂંટણની ગંભીર પીડા : હાલ ઇંજેક્શન લઇને રમી રહ્યો છે

બીસીસીઆઈ ની મેડિકલ ટીમ તેના ઈલાજ માટે રાત-દિવસ કામ કરી રહી છે.

મુંબઈ : ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી  IPL 2021 ટી20 વર્લ્ડ કપ માં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ આ પહેલા તેના ઘાયલ થયેલા ઘૂંટણ BCCI અને ટીમ ઈન્ડીયાના મેનેજમેન્ટને માથાનો દુખાવો આપી રહ્યો છે. વરુણ ચક્રવર્તીના ઘૂંટણમાં દર્દની સ્થિતી ખૂબ જ છે. આવી સ્થિતીમાં, બીસીસીઆઈ ની મેડિકલ ટીમ તેના ઈલાજ માટે રાત-દિવસ કામ કરી રહી છે.

10 ઓક્ટોબર T20 વર્લ્ડ કપ માટે ટીમો બદલવાની છેલ્લી તારીખ હોવા છતાં, વરુણ જ્યાં સુધી તેની પીડા અસહ્ય ન બને ત્યાં સુધી ટીમ છોડવાની શક્યતા નથી. ભારતીય ટીમ ઈચ્છે છે કે તે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ રહે અને તે ટીમમાં જ રહે. વળી ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે, કે વરુણના વર્કલોડનું ધ્યાન રાખવામાં આવે.

આ મામલે બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં લખ્યું છે કે, ‘વરુણના ઘૂંટણની સ્થિતી સારી નથી. તે પીડા અનુભવી રહ્યો છે અને જો T20 વર્લ્ડ કપ ના હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લીધું હોત. તેને 100 ટકા ફિટ થવા માટે બાદમાં સંપૂર્ણ રિહૈબની જરૂર પડશે. પરંતુ હાલનું ધ્યાન T20 વર્લ્ડ કપ દરમ્યાન તેની પીડાને સંભાળનું છે.

વરુણ ચક્રવર્તી હાલમાં IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 6.73 ની ઇકોનોમી સાથે 13 મેચમાં 15 વિકેટ લીધી

(11:12 pm IST)