Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કેપ્ટન વિરાટ કોહલીનો જન્મદિન

સફળતમ કેપ્ટન, સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો પણ રેકોર્ડઃ થોડા સમયમાં પિતા બનશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આજે ૩૨મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા કોહલીનો જન્મ ૫ નવેમ્બર, ૧૯૮૮ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આક્રમક બેટિંગથી અનેક રેકોડ્ર્સ બનાવ્યા છે.

 કોહલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. કોહલીએ ૮૬ ટેસ્ટમાં ૫૩.૬૨ની સરેરાશથી ૭૨૪૦ રન, ૨૪૮ વન ડેમાં ૫૯.૩૩ની સરેરાશથી ૧૧,૮૬૭ રન અને ૮૨ ટી-૨૦ મેચમાં ૫૦.૮૦ની સરેરાસથી ૨૭૯૪ રન બનાવ્યા છે.

 કોહલી ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનારો ખેલાડી છે. આ સિવાય કેપ્ટન તરીકે પણ સૌથી વધુ બેવડી સદી મારવાનો રેકોર્ડ તેના નામ પર છે. કેપ્ટન તરીકે તેણે ૬ બેવડી સદી લગાવી છે.

 ટેસ્ટ ક્રિકેટમાં કોહલી સતત ચાર સીરિઝમાં ચાર બેવડી સદી મારાનારો એક માત્ર ક્રિકેટર છે. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૮૦૦૦, ૯૦૦૦, ૧૦૦૦૦ અને ૧૧૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે. આ ઉપરાંત અનેક રેકોર્ડ તેના નામે બોલે છે.

(11:24 am IST)