Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આંધ્રમાં હોકીના ખેલાડીઓ શરૂ કરી પ્રેક્ટિસ

 નવી દિલ્હી: આંધ્રપ્રદેશમાં ગુરુવારથી 48 હોકી ખેલાડીઓએ મર્યાદિત રેન્જમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ ખેલાડીઓ કોરોના વાયરસ સંબંધિત ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરી રહ્યા છે.આ ખેલાડીઓ 18 વર્ષની વય જૂથમાં છે અને હોકી ઈન્ડિયા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અંતર્ગત ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશ હોકી એસોસિએશનના પ્રમુખ જી.કે. હર્ષ વર્ધનને આ અંગે માહિતી આપી હતી. વર્ધને કહ્યું કે તેમને આશા છે કે આવતા અઠવાડિયામાં વધુને વધુ ખેલાડીઓ પ્રેક્ટિસ માટે પહોંચશે.

(6:14 pm IST)