Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

તમારી કમાણી માતા-પિતાને આપો, પ્રોપર્ટી કે શેરબજારમાં રોકાણ કરોઃ ધોની

નવી દિલ્‍હીઃ ચેન્નાઇ સુપર કીંગ્‍ઝના કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીએ મુંબઇમાં મર્સીડીઝ બેન્‍ઝ ઇકયુબી ઇન્‍ડિયાની નવીકારનું લોન્‍ચીંગ કર્યુ હતું. આ પ્રસંગે તેણે કેટલાક પ્રશ્નોના જવાબ આપતા કહયુ કે તમારે તમારી કમાણી તમારા માતા-પિતાને આપવી જોઇએ. તમારા પરિવારનું પણ ધ્‍યાન રાખવું જોઇએ. ત્‍યારબાદ તમારે જો રોકાણ કરવુ હોય તો તે પ્રોપર્ટીમાં કે શેરમાર્કેટમાં રોકાણ કરી શકાય.

(3:44 pm IST)