Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ત્રીજા ટેસ્ટમાં પૂજારાને તક આપો, રહાણેને બહાર બેસાડોઃ ગંભીર

હનુમા વિહારીની બેટીંગના વખાણ કર્યા

નવીદિલ્હીઃ પૂર્વ ક્રિકેટર  ગૌતમ ગંભીરે કહ્યું, હનુમા વિહારીએ બંને ઇનિંગ્સમાં સારૃં પ્રદર્શન કર્યું.  અજિંકય રહાણેએ ભલે અડધી સદી ફટકારી હોય, પરંતુ તેને ઘણી તકો મળી છે.  વિહારી એક જ ફોર્મેટ રમે છે.  તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ સારો દેખાવ કર્યો હતો.

ગંભીરે કહ્યું કે નંબર-૩ની જગ્યાએ સ્પેશિયાલિસ્ટની જગ્યા છે.  આવી સ્થિતિમાં મારા મતે ચેતેશ્વર પૂજારાને તક આપવી જોઈએ. તે બે   વર્ષથી સદી ફટકારી શક્યો નથી.  જોકે તેણે બીજી ઇનિંગમાં ૫૩ રન બનાવ્યા હતા. 

 વિરાટ કોહલી  પ્રેકિટસ કરતો જોવા મળ્યો હતો. ત્રીજી ટેસ્ટ શરૂ થવામાં ૬ દિવસ છે.  આવી સ્થિતિમાં, જો તે ફિટ છે, તો  કોઈ એક બેટરને બહાર બેસવું પડશે.  આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ માટે નિર્ણય લેવો આસાન નહીં હોય.

(2:46 pm IST)