Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ટેસ્ટ રેન્કીંગઃ બુમરાહ ૯માં, શમી ૧૭માં, રાહુલની છલાંગઃ મયંક-રહાણેના રેન્કીંગમાં પણ સુધારો

નવીદિલ્હીઃ આઇસીસીએ  મેન્સ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ઓપનર કેએલ રાહુલે બેટ્સમેનોની રેન્કિંગમાં  ૧૮ સ્થાનની છલાંગ લગાવીને ૩૧મા સ્થાને પહોંચી ગયો છે.  વિરાટની રેન્કિંગમાં ફરી એકવાર ઘટાડો થયો છે અને હવે તે ૯માં નંબર પર બાબર આઝમથી નીચે આવી ગયો છે.

શમીને રેન્કિંગમાં પણ બે સ્થાનનો ફાયદો થયો છે.  ટેસ્ટ બોલરોમાં તે ૧૭મા નંબર પર પહોંચી ગયો છે.  શમીએ બંને દાવમાં એકસાથે આઠ વિકેટ ઝડપી હતી. સેન્ચુરિયનમાં બંને ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ ઝડપીને બુમરાહનું ફોર્મ ટેસ્ટમાં યથાવત છે.  તે હાલમાં બોલિંગ લિસ્ટમાં ૯માં નંબર પર છે.  આ સાથે મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણેની બેટિંગ રેન્કિંગમાં પણ સુધારો થયો છે. 

 ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ૯૧૫ પોઈન્ટ સાથે પ્રથમ, ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ૯૦૦ પોઈન્ટ સાથે બીજા,  ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલીયમ્સન ૮૭૯ પોઈન્ટ સાથે ત્રીજા,   ઓસ્ટ્રેલિયાનો સ્ટીવન સ્મિથ  ૮૭૭ પોઈન્ટ સાથે ચોથા, જ ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ૭૮૯ પોઈન્ટ સાથે પાંચમા,   ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેનિડ વોર્નરે છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે.

(2:48 pm IST)