Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પંતે આફ્રિકાના કેપ્ટન એલ્ગર પર કર્યો કટાક્ષ : વિડીયો વાયરલ

ડીઆરએસ લેવામાં વિલંબ મામલે પંતે કહયું એલ્ગર તેના માટે જ વિચારે છે

નવી દિલ્હીઃ વિકેટકીપર ઋષભ પંતે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન પર નિશાન સાધ્યું હતું.  આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.  જેમાં પીટરસન આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો છે, તો પંતને કહેતા સાંભળી શકાય છે - તે એક મહાન કેપ્ટન છે, તે પોતાના વિશે વિચારે છે. વાસ્તવમાં, પંત ડીઆરએસ લેવામાં વિલંબનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રિષભ પંતે ડીન એલ્ગરની કેપ્ટનશિપ પર ખરાબ ટિપ્પણી કરી હતી

  પંતે એલ્ગરને પોતાના નિશાન પર લીધો અને બોલાચાલી કરી હતી. પંતે વિકેટની પાછળથી કહ્યું, એલ્ગર જબરદસ્ત કેપ્ટન છે. પંતે એલ્ગર માટે કહ્યું કે તે ફકત પોતાના વિશે જ વિચારે છે. એલ્ગરે કીગન પીટરસન માટે ડીઆરએસ લીધું ન હતું.  જે બાદ પંતે એલ્ગરની મજાક ઉડાવી અને તેને કહ્યું કે તે મીન છે.

(2:48 pm IST)