Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વાનખેડેના બે ગ્રાઉન્ડસમેન અને એક પ્લમ્બરને કોરોના

આઈપીએલની શરૂઆત પહેલાં કોરોનાનો પગપેસરો : અગાઉ જેમને સંક્રમણ લાગ્યુ હતુ તે કર્મીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હવે મેચોનુ આયોજન કરવા માટે લીલી ઝંડી

મુંબઈ, તા. : આઈપીએલની શરુઆત થાય તે પહેલા ક્રિકેટ આલમમાં કોરોનાનો પગપેસારો થઈ ચુક્યો છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે. જેમાં બે ગ્રાઉન્ડસમેન અને એક પ્લમ્બરનો સમાવેશ થાય છે.

પહેલા વાનખેડે સ્ટેડિયમના ૧૦ કર્મચારીઓને કોરોનાનુ સંક્રમણ લાગ્યા બાદ બીજા કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ જેમને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હતુ તે કર્મચારીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હવે સ્ટેડિયમને મેચોનુ આયોજન કરવા માટે લીલી ઝંડી આપી દેવાઈ છે.

જોકે કોરોનાનુ સંક્રમણ અટકી નહીં રહ્યુ હોવાથી ક્રિકેટ બોર્ડની ચિંતા વધી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આઈપીએલનુ પ્રસારણ કરનાર ચેનલના ૧૪ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. ટુર્નામેન્ટના પ્રારંભ આડે દિવસ રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની પહેલી મેચ ૧૦ એપ્રિલે રમાવાની છે.

દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ક્રિકેટ બોર્ડે ભારતમાં આઈપીએલનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણય પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

(8:02 pm IST)