Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રોહિત, રાહુલ અને વિરાટે નિર્ભય બનીને બેટીંગ કરવી જોઇએઃ કપિલ

કા એન્‍કરની અથવા સ્‍ટ્રાઇકરની ભૂમિકા ભજવો : રોહિત, રાહુલ અને વિરાટે નિર્ભય બનીને બેટીંગ કરવી જોઇએઃ કપિલ

નવી દિલ્‍હીઃ આફ્રિકા સામે કે.એલ.રાહુલ ટીમનું નેતૃત્‍વ કરશે. આ દરમિયાન કપિલ દેવે રોહિત, રાહુલ અને કોહલીને લઇને મોટું નિવેદન આપતા કહ્યું કે જયારે ઇનિંગ્‍સનો પ્રારંભ કરવાનો સમય આવે છે ત્‍યારે તે આઉટ થઇ જાય છે અને તેનાથી દબાણ વધે છે. કાં તો તમે એન્‍કરની ભુમિકા ભજવો અથવા તો તમે સ્‍ટ્રાઇકરની ભુમિકા ભજવો.

રોહિત, રાહુલ અને વિરાટ ટીમ ઇન્‍ડિયાના ટોપથ્રી બેટર છે. તેમના પર ઘણું દબાણ છે. જે ન થવું જોઇએ. તમારે નિર્ભય બનીને ક્રિકેટ રમવું પડશે. આ બધા એવા ખેલાડીઓ છે જે ૧૫૦- ૧૬૦ ના સ્‍ટ્રાઇક રેટ સાથે હિટ કરી શકે છે.

(3:24 pm IST)