Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઉમરાન આફ્રિકા સામે સ્‍ટમ્‍પ ટૂ સ્‍ટમ્‍પ બોલીંગ કરશે તો ઘાતક નિવડશેઃ શાસ્ત્રી

આ સ્‍પિડસ્‍ટરે લાઇન લેન્‍થ પણ સારી રાખવી જોઇએઃ અઝરૂદીન

નવી દિલ્‍હીઃ રવિ શાષાી ઉભરતા ફાસ્‍ટ બોલર ઉમરાન મલીકથી ખૂબ પ્રભાવીત થયા છે. તેણે કહ્યુ કે જો ઉમરાન સાઉથ આફ્રિકા સાામેની સિરીઝમાં સ્‍ટમ્‍પ ટુ સ્‍ટમ્‍પ બોલીંગ કરશે તો ઘણો ઉપયોગી સાબિત થશે.

ઉમરાન મલિક જે ઝડપે બોલિંગ કરે છે. તે બેટ્‍સમેનોને ઘણી પરેશાન કરી શકે છે. તો મોહમ્‍મદ અઝહરુદીને કહ્યુ હતું કે ઉમરાન મલિકે માત્ર તેની સ્‍પીડ પર ધ્‍યાન આપવું જોઇએ નહીં. પરંતુ લાઇન અને લેન્‍થને પણ સારી રાખવી જોઇએ. 

(3:24 pm IST)