Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

લિયોનેલ મેસીએ એક મેચમાં ફટકાર્યા પાંચ ગોલ

નવી દિલ્હી: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ આર્જેન્ટિના માટે સ્પેનમાં મૈત્રીપૂર્ણ મેચમાં એસ્ટોનિયા સામે 5-0થી જીત દરમિયાન પ્રથમ વખત પાંચ ગોલ ફટકારીને આંતરરાષ્ટ્રીય પુરૂષ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો. આર્જેન્ટિનાની ટીમ છેલ્લી 33 મેચોથી અપરાજિત છે. મેસ્સીએ પહેલા હાફમાં પેનલ્ટી કિક સહિત બે ગોલ કર્યા અને પછી બીજા હાફમાં વધુ ત્રણ ગોલ કરીને તેના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 86 પર પહોંચાડી દીધી.

(5:43 pm IST)