Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ તારકાઈનું રોડ અકસ્માતમાં અવસાન

 કાબુલઃ અફઘાનિસ્તાનના સલામી બેટ્સમેન નજીબ તારકાઈનું નિધન થયું છે. ૨૯ વર્ષના અફઘાની બેટ્સમેન નજીબ શુક્રવારે એટલે કે ૨ ઓકટોબરે એક સડક દુર્દ્યટનાનો શિકાર બન્યા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન કોમામાં જતા રહ્યા હતા. તેમના માથામાં ઈજા થઈ હતી. આ પછી તેમનું નિધન થયું હતું.

 શુક્રવારે નજીબ પૂર્વ નનગારહરમાં કરિયાણાની દુકાનેથી નીકળીને સડક પાર કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સલામી બેટ્સમેન નજીબને અફઘાનિસ્તાનની તરફથી એેક વન ડે મેચ અને ૧૨ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ માટે યાદ કરાશે. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેઓએ ૨૪ મેચમાં ૨૦૩૦ રન બનાવ્યા છે જેમાં ૬ શતક અને ૧૦ અર્ધશતક સામેલ છે. તેમની એવરેજ ૪૭થી વધુ રહી છે.

 અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઘટના પર દુઃખ વ્યકત કર્યું અને સોશ્યલ મીડિયા પર લખ્યું કે એસીબી અને ક્રિકેટ પ્રેમી દેશ અફઘાનિસ્તાને પોતાના આક્રમક સલામી બેટ્સમેન અને ખૂબ જ ઉમ્દા વ્યકિત નજીબ તારાકઈને ખોવ્યો છે. એક દુઃખ ટ્રાફિક દુર્દ્યટનામાં તેમનું નિધન થયું છે. અમે સૌ સ્તબ્ધ છીએ. અલ્લાહ તેમની પર રહેમત વરસાવે.(૪૦.૧૧)

(3:07 pm IST)