Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વિસ્‍ફોટ બેટરો પૃથ્‍વી-ઋતુરાજ અને દેવદતને ટીમમાંથી ચાન્‍સ મળતો નથી

ઓપનિંગમાં રોહિત ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહયો છે ત્‍યારે

નવી દિલ્‍હીઃ ભારતનો કેપ્‍ટન રોહિત શર્મા ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહયો છે. એશિયા કપ કે ટી-૨૦ વર્લ્‍ડકપમાં હિટમેન બેટિંગમાં સંપૂર્ણ ફલોપ સાબિત થયો હતો. આ વર્ષે રોહિતના બેટથી ૩૮ મેચની ૩૯ ઇનિંગ્‍સનમાં એકપણ અડધી સદી વિના માત્ર ૯૪૪ રન જ થયા છે.

આવી સ્‍થિતિમાં તેના પ્રદર્શન પર સવાલો ઉઠશે. જોકે, તે ટીમનો કેપ્‍ટન છે, તેથી તેને ટીમમાંથી બહાર કરી શકાય નહીં. આ કારણોસર યુવા ખેલાડીઓને તક મળી નથી

આ લિસ્‍ટમાં પહેલું નામ પૃથ્‍વી શોનું છે. પૃથ્‍વી એક યુવા વિસ્‍ફોટક ઓપનર છે જેણે ૨૦૧૮માં ભારત માટે ડેબ્‍યૂ કર્યુ હતું અને પોતાની ડેબ્‍યુ મેચમાં જ સદી ફટકારી હતી પરંતુ તે પછી તે ઇજાગ્રસ્‍ત થયો હતો અને ત્‍યારથી તે ભારતીય ટીમની બહાર ચાલી રહયો છે. પૃથ્‍વીએ ભારત માટે અત્‍યાર સુધીમાં ૫ ટેસ્‍ટ, ૬ વનડે અને એક ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચ રમી છે. તેણે અનુક્રમે ૩૩૯ રન, ૧૮૯ રન અને ૦ રન બનાવ્‍યા છે. તેણે અત્‍યાર સુધી આઇપીએલની ૬૩ મેચમાં કુલ ૧૫૮૮ રન બનાવ્‍યા છે. તાજેતરમાં તેણે વિજય હજારે ટ્રોફીની ૭ મેચમાં ૨૫૧ રન બનાવ્‍યા હતા.

આ લિસ્‍ટમાં બીજુ નામ ઋતુરાજ ગાયકવાડનું ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ડેબ્‍યૂ કર્યુ હતું પરંતુ ૧ મેચમાં તે માત્ર ૧૯ રન જ બનાવી શકયો હતો, ત્‍યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્‍યો હતો. આ ખેલાડીએ આઇપીએલ પોતાની બેટિંગનું જોર બતાવ્‍યુ છે. વર્ષ ૨૦૨૨માં તેનું પ્રદર્શન કંઇ ખાસ નહોતું પરંતુ ૨૦૨૧માં તેણે જોરદાર પ્રદર્શન કર્યુ હતું અને તે ઓરેન્‍જ કેપનો વિજેતા પણ હતો. તેણે ૯ ટી૨૦ મેચોમાં, ૧૨૩.૮૫ના સ્‍ટ્રાઇક રેટથી ૧૩૫ રન બનાવ્‍યા છે. તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારવા છતા ગાયકવાડ ટીમ ઇન્‍ડિયામાં પોતાનું સ્‍થાન નિヘતિ કરી શકયો નથી.

 આ લિસ્‍ટમાં ત્રીજું નામ છે દેવદત પડિકલનું તેણે ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્‍ડિયા માટે ટી૨૦ ડેબ્‍યુ કર્યુ હતું. પરંતુ બે મેચ રમ્‍યા બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્‍યો હતો. તેણે બે મેચમાં ૩૮ રન બનાવ્‍યા હતા. તેણે ફર્સ્‍ટ કલાસ ક્રિકેટની ૩૬ ઇનિંગ્‍સમાં ૧ સદીની મદદથી ૧૧૯૦ રન બનાવ્‍યા છે. લિસ્‍ટ એ ક્રિકેટની ૨૨ ઇનિંગ્‍સમાં ૬ સદીની મદદથી ૧૩૯૧ રન બનાવ્‍યા છે જયારે ટી૨૦ ફોર્મેટમાં તેણે ૭૬ ઇનિંગ્‍સમાં ૨૩૮૮ રન બનાવ્‍યા છે.

(3:40 pm IST)