Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એમ્‍બપ્‍પેએ પેલેનો એક રેકોર્ડ તોડયો, બીજા વિક્રમની નજીક

પોલેન્‍ઙને ૩-૧ થી હરાવીને ફ્રાન્‍સ ક્‍વોર્ટર ફાઇનલમાં, ઇંગ્‍લેન્‍ડ સાથે થશે મુકાબલો

ફ્રાન્‍સના કીલિયાન એમ્‍બપ્‍પે (વચ્‍ચે, બ્‍લુ જર્સીમાં) એ રવિવારે પોલેન્‍ડ સામે પોતાનો બીજો ગોલ કરીને ફ્રાન્‍સની જીત નક્કી કરી નાખી હતી.

 

કતારના ફિફા વર્લ્‍ડ કપમાં રવિવારે ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ફ્રાન્‍સે ઓલિવિયે ઝિરૂના ૪૪મી મિનિટના અને કીલિયાન એમ્‍બપ્‍પેના ૭૪મી તથા ૯૧મી મિનિટના ગોલની મદદથી પોલેન્‍ડને ૩-૧થી હરાવીને ક્‍વોર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં શનિવારે (ભારતીય સમય મુજબ રાતે ૧૨.૩૦ વાગ્‍યાથી) એનો મુકાબલો ઇંગ્‍લેન્‍ડે પ્રી-ક્‍વોર્ટર ફાઇનલમાં સેનેગલને ૩-૦થી મહાત આપી હતી.

એમ્‍બપ્‍પેએ બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેનો એક વિક્રમ રવિવારે તોડયો હતો અને તેમના એક રેકોર્ડની લગોલગ પહોંચી ગયો હતો.

ઝિરુએ ટિએરી હેન્રીનો રેકોર્ડ તોડયો 

ફ્રાન્‍સના ઝિરુ અને એમ્‍બપ્‍પે માટે આ ઐતિહાસિક મેચ હતી. ઝિરૂ ફાન્‍સનો સર્વોચ્‍ચ ગોલસ્‍કોરર બન્‍યો હતો. ફ્રાન્‍સ વતી તેણે બાવનમો ઇન્‍ટરનેશનલ ગોલ કરીને ટિએરી હેન્રીનો ૫૧ ગોલનો ૧૨ વર્ષ જૂનો વિક્રમ તોડયો હતો. ઝિરૂએ ફસ્‍ટ-હાફમાં એમ્‍બપ્‍પેના સુપર્બ પાસ બાદ આ ગોલ કર્યો હતો અને સેકન્‍ડ- હાફમાં ખુલ એમ્‍બપ્‍પેએ બે ગોલ કરીને ફ્રાન્‍સની સરસાઇને ૩-૦ પર પહોંચાડી દીધી હતી. પોલેન્‍ડનો સુપરસ્‍ટાર રોબર્ટ  લેવાન્‍ડોવ્‍સ્‍કીએ છેક ૯૦ મિનિટના ફુલ ટાઇમ પછીના સ્‍ટોપેજ ટાઇમની ૯મી મિનિટે પેનલ્‍ટીની મદદથી ગોલ કર્યો હતો, પરંતુ ત્‍યારે બહુ  મોડું થઇ ગયુ હતું અને ગણતરીની પળોમાં મેચને ફ્રાન્‍સની ફેવરમાં ૩-૧ના  સ્‍કોર સાથે પૂરી થયેલી જાહેર કરાઇ હતી.

૨૩ વર્ષના એમ્‍બપ્‍પેએ  વર્લ્‍ડ કપના ઇતિહાસમાં કુલ ૯ ગોલ કર્યા છે. ૨૪ એમ્‍બપ્‍પેએ ફ્રાન્‍સને જિતાડયું ત્‍યાર બાદ પોલેન્‍ડના રોબર્ટ લેવાન્‍ડોવ્‍સ્‍કીએ તેનું માથું ચૂમીને તેને અભિનંદન આપ્‍યાં હતાં.

વર્ષની ઉંમર પહેલા મેન્‍સ વર્લ્‍ડ કપમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓમાં એમ્‍બપ્‍પે  હવે  પેલેથી આગળ થઇ ગયો છે. લિયોનેલ મેસીના ૯ ગોલ છે  અને  ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડોના ૮ ગોલ છે.

જોકે એમ્‍બપ્‍પેએ એક બાબતમાં પેલેને પાર કરવાના હજી બાકી છે. આ વર્લ્‍ડ કપમાં એમ્‍બપ્‍પેના પાંચ ગોલ થયા છે અને ૨૪ વર્ષની ઉંમરે પહોંચતા પહેલા એક જ વર્લ્‍ડ કપમાં પેલેના ૬ ગોલના વિક્રમ સુધી પહોંચવા એમ્‍બપ્‍પેને ફકત એક ગોલની જરૂર છે. પેલેએ ૧૯૫૮ના વિશ્વકપમાં ૬ ગોલ કર્યા હતા.

લેવાન્‍ડોવ્‍સ્‍કી છેલ્લો વર્લ્‍ડ કપ રમ્‍યો?

પોલેન્‍ડનો રોબર્ટ લેવાન્‍ડોવ્‍સ્‍કીનો ૯૯મી  મિનિટનો ગોલ વ્‍યર્થ ગયો હતો, કારણ કે તેની ટીમ ૧-૩થી હારી ગઇ હતી. ૩૪ વર્ષના  લેવાન્‍ડોવ્‍સ્‍કીનો આ કદાચ અંતિમ વર્લ્‍ડ કપ હતો. એમ્‍બપ્‍પેના બે ગોલને કારણે રવિવારે ફ્રાન્‍સ સામે પોલેન્‍ડનો પરાજય થયો, પણ મેચના અંતે ખુદ લેવોન્‍ડોવ્‍સ્‍કી તરત જ અભિનંદન આપવા એમ્‍બપ્‍પે પાસે આવ્‍યો હતો અને એમ્‍બપ્‍પેએ તેની સામે માથું નમાવ્‍યુ હતું ત્‍યારે લેવાન્‍ડોવ્‍સ્‍કીએ તેનું માથું ચૂમી લીધું હતું.

(5:38 pm IST)