Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બોથમ પણ કોરોનાનો શિકાર

એશીઝ સિરીઝમાં કોમેન્ટ્રી આપી રહયા હતા

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ ટેસ્ટ શ્રેણીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.  ઘણા ખેલાડીઓ, સ્ટાફ અને ભૂતપૂર્વ ક્રિકેટરો તેની પકડમાં આવી ગયા છે અને હવે તેમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર ઈયાન બોથમનું નામ પણ જોડાઈ ગયું છે. ૬૬ વર્ષીય સર ઈયાન બોથમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  તે વર્તમાન શ્રેણીમાં સેવન નેટવર્કની કોમેન્ટ્રી ટીમનો ભાગ છે અને મેચ દરમિયાન નિષ્ણાત કોમેન્ટ્રી પણ આપી રહયા હતા.
બોથમ પહેલા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેકગ્રા, મેચ રેફરી ડેવિડ બૂન અને ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડ પણ સંક્રમિત થઈ રહ્યા છે અને આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.  આ સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી અને ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડને પણ ચેપ લાગ્યો છે.  ઈંગ્લેન્ડ ટીમના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યો તેનો શિકાર થઈ ચૂક્યા છે.

 

(2:54 pm IST)