Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રોહિત શર્માની ‘બી' ટીમનો આજે બ્રિટનની ‘એ' ટીમ સાથે મુકાબલો

રાત્રે ૧૦:૩૦થી જંગઃ દિપક હુડા સહિત યુવા ખેલાડીઓ પર નજર

નવી દિલ્‍હી : આજે ઇંગ્‍લેન્‍ડ સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચવાળી ટી૨૦ શ્રેણીથી સિલેકટરો અને ભારતીય ટીમ-મેનેજમેન્‍ટ વર્લ્‍ડ કપ માટેની ‘ઇલેવન બનાવવા પર વધુ ધ્‍યાન આપશે.

રોહિતને આરામ આપવામાં આવ્‍યો છે અને તેઓ શનિવાર ૯ જુલાઇની બીજી ટી૨૦થી ટીમ સાથે ફરી જોડાઇ જશે.

દીપક હૂડા આજે મેચ-વિનિંગ પફોર્મ કરવા કોઇ કસર નહી છોડે આજની મેચના બે ખેલાડી રાહુલ ત્રિપાઠી અને અર્શદીપસિંહ  બીજી, ત્રીજી ટી૨૦માં ન રમવાના હોવાથી આજે તેમને રમવા મળશે કેમ એમાં શંકા છે. મેચ રાત્રે ૧૦:૩૦ થી શરૂ થશે.

(4:13 pm IST)