Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ઉમેશની ૯ મહિના બાદ આ ધુરંધરની વાપસી : જીતમાં મહત્વનું યોગદાન

લંડનઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ૯ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી છે. ઉમેશ યાદવે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ૧૫૭ રનથી ટીમ ઈન્ડિયાને ભવ્ય વિજય અપાવવામાં મદદ કરી છે. ઉમેશ યાદવે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી ઇનિંગમાં ૩-૩ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ચોથી ટેસ્ટ મેચમાં પોતાની બોલિંગથી સનસનાટી મચાવી દીધી હતી.

 ટીમ ઇન્ડિયામાં વધતા કોમ્પિટિશનના કારણે ઉમેશ યાદવની કારકિર્દી ખતમ થવાની આરે હતી. હકીકતમાં ૯ મહિનાથી વિરાટ કોહલી ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી રહ્યા ન હતો, જેના કારણે આ ખેલાડીની કારકિર્દી અંત તરફ આગળ વધી રહી હતી.

(3:11 pm IST)