Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

કોરોના પ્રોટોકોલ તોડવા બદલ બ્રાઝિલ-આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રદ

નવી દિલ્હી: આર્જેન્ટિનાના ચાર ખેલાડીઓએ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યા બાદ યજમાન બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રદ કરવામાં આવી છે. બ્રાઝિલના હેલ્થ રેગ્યુલેટર અન્વિસાના અધિકારીઓ મેચ શરૂ થયાના સાત મિનિટ બાદ કોરિન્થિયન્સ એરેનાની પિચ પર પહોંચ્યા અને રમત બંધ કરવાનો આદેશ આપ્યો. અન્વિસાના જણાવ્યા મુજબ, પ્રીમિયર લીગના ખેલાડીઓ એમિલિયાનો માર્ટિનેઝ, જીઓવાન્ની લો સેલ્સો, ક્રિસ્ટિયન રોમેરો અને એમિલિયાનો બેન્ડિયાએ બ્રાઝિલ આવતા પ્રવાસીઓ માટે ફરજિયાત પ્રવેશ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

(5:39 pm IST)