Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વર્લ્ડ રેસલીંગ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચી અંશુ મલીકઃ પ્રથમ ભારતીય મહિલા

ટોકયો ઓલિમ્પિકમાં ન કરી શકીએ અહિ કરી બતાવ્યું : અંશ

નવી દિલ્હીઃ મહિલા કુસ્તીબાજ અંશુ મલિક વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. ૨૦ વર્ષિય અંશુ મલિકે ૫૭ કિલોગ્રામ ભાર વિભાગનાનસેમીફાઇનલ મુકાબલામાં સોમાલીયાની વ્યાનીકને ૧૧-૦થી પરાજય આપ્યો હતો. ગુરૂવારે અંશુ મલિક ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મેચ રમશે.

અંશુ મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવી ઇતિહાસ રચી દીધો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવનાર અંશુ મિલક પ્રથમ મહિલા ભારતીય બની છે. અત્યાર સુધીમાં માત્ર ૪ ભારતીય મહિલા કુસ્તીબાજ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવી શકી છે. જેમાં ગીતા ફોગટ (૨૦૧૨), બબીતા ફોગાટ (૨૦૧૨), પુજા ધાંડા (૨૦૧૮) અને વિનેશ ફોગાટ (૨૦૧૯). આ ચારેય મહિલા રેસલરે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યા બાદ અંશુ મલિકે જણાવ્યું હતુ કે, આ મારા માટે ખૂજ સંતોષજનક પરિણામ છે. હું ખૂબ જ ખુશ છું. હું જે ટોક્યો ઓલિમ્પિકમાં ન કરી તે અહી કરી બતાવ્યું છે. હું મારા દરેક ગેમમાં સંપૂર્ણ શકિતથી લડી રહી છું. ટોક્યો ઓલિમ્પિકની ગેમ બાદનો સમય મારા માટે સારો રહ્યો ન હતો. હું સારી રીતે પર્ફોમ કરી શકી ન હતી. ઇજાના કારણે એક મહિના સુધી પ્રેકિટસ પણ કરી શકી ન હતી.

(3:01 pm IST)