Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રાહુલે મોડી રાત સુધી ફુટબોલ મેચ માણ્‍યોઃ પશુપાલકને ત્‍યાં ચા પીધી

રાજસ્‍થાનમાં ભારત જોડો યાત્રાનો આજે ત્રિજો દિવસઃ રાત્રે કોટામાં ભજનનો કાર્યક્રમ

કોટા તા. ૭ :.. રાજસ્‍થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે, ભારત જોડો યાત્રાના બીજા દિવસે આરામ દરમિયાન, રાહુલ ગાંધીએ કોટામાં કતારમાં રમાઇ રહેલી ફુટબોલ મેચનું લાઇવ ટેલિકાસ્‍ટ જોયું. તેણે ફુટબોલ વર્લ્‍ડ કપ મેચની મજા માણી હતી. તેણે આ મેચ મોટા સ્‍ક્રીન પર જોઇ હતી. ફિફા વર્લ્‍ડ કપની મજા માણતા જોવા મળ્‍યા. આનો એક વીડીયો પણ સામે આવ્‍યો છે. જેમાં રાહુલ ગાંધી મોટી સ્‍ક્રીન પર મોરોકકો અને સ્‍પેન વચ્‍ચે રમાઇ રહેલી ફુટબોલ મેચની મજા માણી રહ્યા છે. આ પ્રસંગે  રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત અને અન્‍ય નેતાઓ પણ તેમની સાથે હાજર હતાં. મોટા પ્રોજેકટની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અહીં જ તે રાત્રે ૧ વાગ્‍યા સુધી મોરકકો વિરૂધ્‍ધ સ્‍પેનનો મેચ જોયો હતો.

યુથ કોંગ્રેસના પ્રમુખ બી. શ્રીનિવાસે ટવીટ કરીને વીડીયો શેર કર્યો છે.

રાહુલ ગાંધી સાથે સીએમ અશોક ગેહલોત, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ સહીતના નેતાઓ પણ હાજર હતા. યાત્રાના  ત્રીજા દિવસે રાહુલ ગાંધીની સાથે મુખ્‍યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ગોવિંદસિંહ દોતાસરા અને રણદીપ સુરજેવાલા સહીત અનેક નેતાઓ હતા. ૯ કિલોમીટર ચાલ્‍યા બાદ યાત્રા જીલ્લાના લાડપુરા વિધાનસભામાં પ્રવેશી હતી. જયાં કાર્યકરોએ તેમનું સ્‍વાગત કર્યુ હતું. ફુટબોલ મેચ જોયા બાદ સોશ્‍યલ મીડીયા પર અલગ-અલગ કોમેન્‍ટસ પણ આવી છે. એક યુઝરે લખ્‍યું દિલ્‍હીમાં  MCD ચુંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો. પરીવાર ભારત પ્રવાસે છે. જયારે એક યુઝરે લખ્‍યું પ્રવાસ દરમિયાન મનોરંજન પણ જરૂરી છે. દેશના હિતમાં યાત્રા કરવી.

 આ  પછી તેણે પશુપાલકના ઘરે ચાનો વિરામ લીધો. વિરામ દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂત પરિવાર સાથે વાતચીત પણ કરી હતી. તેગોપાલપુરા ગામમાં મંડણા પાસે નેશનલ હાઇવે પર આવેલું છે. રાહુલ ગાંધી પરિવાર અને અન્‍ય નેતાઓ સાથે ખુલ્લા ટેરેસમાં ચાની ચૂસકી લીધી હતી. પૂર્વ સીએમ વસુંધરા રાજેના વિસ્‍તાર છોડયા બાદ હવે કોટા જિલ્લામાં યાત્રા ચાલી રહી છે.

આ યાત્રા સવારે ૬.૦પ વાગ્‍યે શરૂ થઇ હતી અને લગભગ ૧૩ કિલોમીટરની મુસાફરી કરીને સવારે ૯.૩૦ વાગ્‍યે મંડાણા પહોંચી હતી. લંચ બ્રેક બાદ બપોરે ૩.૩૦ વાગ્‍યાથી યાત્રાનો બીજો તબકકો શરૂ થયેલ. રાહુલ ગાંધીએ જેસલમેર -બાડમેરના મંગલનિયાર લોક કલાકારો સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિાયન રાહુલ ગાંધીએ એમ્‍બ્‍યુલન્‍સને રસ્‍તો આપ્‍યો હતો.

સી.એમ. અશોક ગેહલોતે ટિવટર કરીને કહ્યું - રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં આજે કોટા શહેર પહોંચ્‍યા છીએ. પદ્મશ્રી પ્રહલાદ સિંહ ટીપાનિયા અને ગાયિક ગીતા પરાગ શાંતિ અને સદ્‌્‌ભાવને પ્રોત્‍સાહન આપવા કબીરના સુંદર ભજનો અને અર્થપૂર્ણ શબ્‍દોનું પઠન કરશે. તેનો ભાગ બનીને પણ આનંદીત રહો. તેમને જણાવી દઇએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા આગામી બે અઠવાડીયા સુધી રાજસ્‍થાનમાં રહેશે.

અહીં યાત્રા કુલ ૭ જિલ્લાઓને આવરી લેશે અને કુલ પર૦ કિલોમીટરનું અંતર કાપશે. દૌસામાં આ યાત્રા ૧૩ ડિસેમ્‍બરથી ૧૬ ડિસેમ્‍બર સુધી ચાલુ રહશે. ૮ મી ડિસેમ્‍બર યાત્રાને વિરામ મળશે. સવાઇ માધોપુર ૧૧ ડિસેમ્‍બરથી ૧ર ડિસેમ્‍બર સુધી ટાંકને સ્‍પર્શીનો પહોંચશે. કોટા-બુંદી ૭ ડિસેમ્‍બરથી ૧૦ ડિસેમ્‍બર સુધી ચાર દિવસની મુસાફરી કરશે. રાજસ્‍થાનના ૭ જિલ્લામાં કુલ પર૦ કિલોમીટરનો પ્રવાસ કરીને અલવર થઇને હરિયાણામાં પ્રવેશ કરશે.

(3:57 pm IST)