Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કાલથી શરૂ થનારા પિંક ટેસ્‍ટમાં કમિન્‍સ બહારઃ સ્‍મિથ કેપ્‍ટન

નવી દિલ્‍હીઃ વેસ્‍ટ ઈન્‍ડિઝ સામેની બે મેચની ટેસ્‍ટ શ્રેણીમાં ૧-૦થી આગળ ચાલી રહેલી ઓસ્‍ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્‍યો છે.  ૮ ડિસેમ્‍બરથી એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્‍ટ મેચ પહેલા ઓસ્‍ટ્રેલિયન ટીમના કેપ્‍ટન પેટ કમિન્‍સ ઈજાના કારણે આ ટેસ્‍ટમાંથી બહાર થઈ ગયો છે.  કમિન્‍સની ગેરહાજરીમાં સ્‍ટાર બેટ્‍સમેન સ્‍ટીવ સ્‍મિથ ટીમનું સુકાન સંભાળશે.

કમિંસના સ્‍થાને ફાસ્‍ટ બોલર સ્‍કોટ બોલેન્‍ડને બીજી ટેસ્‍ટમાં ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.  પ્રથમ ટેસ્‍ટમાં, પેટ કમિન્‍સને હેમસ્‍ટ્રિંગના કારણે મેદાનની બહાર જવું પડ્‍યું હતું અને તે પછી પણ સ્‍ટીવ સ્‍મિથે બાકીની મેચમાં ઓસ્‍ટ્રેલિયાનું નેતળત્‍વ કર્યું હતું.  કાંગારૂ ચાહકોને આશા હતી કે ગુલાબી બોલની ટેસ્‍ટ પહેલા કમિન્‍સ ફિટ થઈ જશે પરંતુ એવું થયું નહીં અને તે બીજી ટેસ્‍ટ મેચમાં પણ નહીં રમે.

(4:02 pm IST)