Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ન્‍યુઝીલેન્‍ડ સામે ભારતની વિમેન્‍સ અન્‍ડર-૧૯ ક્રિકેટ ટીમની ૫-૦થી કલીન સ્‍વીપ

આફ્રિકામાં જાન્‍યુઆરીમાં ટી૨૦ વર્લ્‍ડકપ રમાશે

નવી દિલ્‍હીઃ જાન્‍યુઆરીમાં સાઉથ આફ્રિકામાં રમાનારા સૌપ્રથમ અન્‍ડર-૧૯ વિમેન્‍સ વર્લ્‍ડકપની પૂર્વતૈયારી રૂપે બાંદરા-કુર્લા કોમ્‍પલેકસ(બીકેસી)માં ન્‍યુઝીલેન્‍ડ વિમેન્‍સ અન્‍ડર-૧૯ ટીમ સાથે રમાયેલી પાંચ મેચની ટી૨૦ સિરીઝ ભારતે ૫-૦થી જીતી લીધી હતી. છેલ્‍લી મેચમાં પણ ભારતીય ટીમનું સંપૂર્ણ વર્ચસ્‍વ રહયુ હતું અને શ્વેતા સેહરાવતની ટીમે ૪ વિકેટે વિજય મેળવ્‍યો હતો.

 ન્‍યુઝીલેન્‍ડની ટીમે બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૧૯ રન બનાવ્‍યા હતા, ભારતીય બોલર્સમાંથી સોનમ યાદવ અને મન્નત કશ્‍યપે બે-બે વિકેટ લીધી હતી. ભારતે ૧૮ ઓવરમાં ૧૨૦ રનને લક્ષ્યાંક મેળવી લીધો હતો. સૌમ્‍યા તિવારીએ ૪૦, શ્વેતાએ ૨૦ રન બનાવ્‍યા હતા. ઓલરાઉન્‍ડર હર્લી ગાલાએ ૧૬ રનમાં એક સિકસર અને બે ફોરની મદદથી ૨૧ રન બનાવ્‍યા હતા.

(4:03 pm IST)