Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ત્રણ ભારતીય ક્રિકેટર્સે એકજ દિવસે ઊજવ્‍યો બર્થ-ડે

નવી દિલ્‍હીઃ ગઇ કાલે ભારતના ત્રણ  વર્તમાન ક્રિકેટરોનો જન્‍મદિન હતો. રવીન્‍દ્ર જાડેજા ઘૂંટણની સર્જરીને કારણે થોડા મહિનાથી ટીમ ઇન્‍ડિયાની બહાર છે, પરંતુ ગઇ કાલે તેના માટે સેલિબ્રેશન ડે હતો. તેનો ૩૪મો જન્‍મદિન હતો અને તેણે પત્‍ની રીવાબા સાથે ઉજવણી કરી હતી, જ્‍યારે શ્રેયસ ઐયરે બંગ્‍લાદેશની ટૂરમાં મીરપુરમાં સાથી -ખેલાડીઓ વચ્‍ચે કેક કટ કરી હતી. શ્રેયસ ૨૮ વર્ષનો થયો છે.  ૨૯ વર્ષના થયેલ જસપ્રીત બુમરાહના ઇન્‍સ્‍ટાગ્રામ પર અગાઉ વાઇરલ ન થઇ હોય એવી તસવીરો ગઇ કાલે જોવા મળી હતી. અગાઉની આ તસવીરો તેની બહેન જુહિકા તથા મમ્‍મી દલજિત સાથેની છે. બુમરાહે ભૂતપૂર્વ મિસ ઇન્‍ડિયા ફાઇનલિસ્‍ટ સંજના સાથે લગ્ન કર્યા છે. 

    ૬ ડિસેમ્‍બરની બર્થ-ડે ઇલેવન

                              

    ૧       શ્રેયસ ઐયર

૨   કરૂણ નાયર

૩   હેરી ટ્રેકટર

૪   ગ્‍લેન ફિલિપ્‍સ

૫   રવીન્‍દ્ર જાડેજા

૬   શ્રેયસ પ્રભુદેસાઇ

૭   એન્‍ડ્રયુ ફિલન્‍ટોફ

૮   શોએબ ખાન

૯   શોન ઇર્વિન

૧૦  જસપ્રીત બુમરાહ

૧૧     આર.પી.સિંહ

(4:03 pm IST)