Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપમાં ટીમ ઈન્‍ડિયાને ફાયદોઃ જો કે ફાઈનલમાં પહોંચવા હજુ કપરા ચઢાણ

ઈંગ્‍લેન્‍ડે પાક.ને હરાવતા : બાંગ્‍લાદેશ અને ઓસ્‍ટ્રેલીયા સામેની ટેસ્‍ટ સિરીઝ જીતવી પડશે

નવી દિલ્‍હીઃ ઈંગ્‍લિશ ટીમની આ જીતથી ટીમ ઈન્‍ડિયાને ઘણો ફાયદો થયો છે.  હવે ટીમ ઈન્‍ડિયા ફરીથી આઈસીસી વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ રમવાની રેસમાં જોડાઈ ગઈ છે. પાકિસ્‍તાનની હાર બાદ ટીમ ઈન્‍ડિયાએ હવે બાંગ્‍લાદેશ સામેની ટેસ્‍ટ શ્રેણીમાં કલીન સ્‍વીપ કરવાની છે.  આ સાથે જ ઓસ્‍ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્‍ટ શ્રેણીમાં એક મેચ જીતવી પડશે.  ભારતીય ટીમ હાલમાં ૫૨.૦૮ પોઈન્‍ટ સાથે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ પોઈન્‍ટ ટેબલમાં ચોથા સ્‍થાન પર છે.ટીમ ઈન્‍ડિયા કેવી રીતે પહોંચી શકે છે.

ટીમ ઈન્‍ડિયાને વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બાંગ્‍લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્‍ટ શ્રેણી જીતવી પડશે.  આ પછી ટીમે ઓસ્‍ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્‍ટ શ્રેણીમાં એક મેચ પોતાના નામે કરવી પડશે.  જો ઓસ્‍ટ્રેલિયન ટીમ વર્તમાન ટેસ્‍ટ શ્રેણીમાં વેસ્‍ટ ઈન્‍ડિઝનો વ્‍હાઇટવોશ કરે છે અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્‍ટ શ્રેણી જીતે છે તો ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે.ભારતીય ટીમના હાલમાં ૫૨.૦૮ ટકા માર્ક્‍સ છે, જો ટીમ ઈન્‍ડિયાને કોઈ ડિમેરિટ પોઈન્‍ટ ન મળે તો તે ૬૮.૦૫ માર્કસ સુધી પહોંચી શકે છે.  ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્‍ડિયા માટે આ ઘણા પોઈન્‍ટ પૂરતા હોઈ શકે છે.  જો કે, ભારતે બાંગ્‍લાદેશ સામેની આગામી ટેસ્‍ટ શ્રેણી અને ઓસ્‍ટ્રેલિયા સામેની ઘરઆંગણે ટેસ્‍ટ શ્રેણી જીતવી પડશે.

(4:04 pm IST)