Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: બુમરાહ ઉપર સફળ સર્જરી પરંતુ છ મહિના રમી શકશે નહીં

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપર   ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં સફળતાપૂર્વક સર્જરી થઈ ગઈ છે. તેઓ આગામી ૬ મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં.
 
જસપ્રીત બુમરાહની સર્જરી પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. રોવન સ્કાઉટન દ્વારા કરવામાં આવી છે.  જો કે બુમરાહ આગામી ૬ મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં, જેના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં બુમરાહના ભાગ લેવા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

 

(4:51 pm IST)