Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પસંદગીકારે ટીમની ભલાઈ માટે અમુક કડક નિર્ણયો લેવા પડે છેઃ પ્રસાદ

કડક અને નિષ્પક્ષ નિર્ણયો લેતા સમયે તમારે તમારી ભાવનાઓ ઉપર પણ કાબૂ રાખવી પડે છે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજળુ બને તે માટે દિગ્ગજ ખેલાડીઓની વિરૂધ્ધ કેટલાક નિર્ણયો લીધા હતા.

ધોનીના નિવૃતી અંગેના પ્રશ્નના જવાબમાં પ્રસાદે કહ્યું કે એક પસંદગીકારના રૂપમાં તમારે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય જોતા અમુક કડક નિર્ણય લેવા પડે છે. જે દિગ્ગજ ખેલાડીઓની વિરૂધ્ધ પણ જવું પડે છે.

સારા ખેલાડીની પસંદગી કરવી એ પસંદગીકારનું કામ છે. કડક અને નિષ્પક્ષ નિર્ણય લેવાની સાથે તમારી ભાવનાઓ ઉપર પણ કાબૂ રાખવી પડતી હોય છે. સચિન અને ધોની જેવું  કોઈ ન બની શકે. કારણ કે આ બન્ને અલગ ખેલાડી છે. તેમના યોગદાનનું કોઈ મુલ્ય નથી.

પ્રસાદે કહ્યું કે ઓસ્ટ્રેલીયાની ટૂરમાં ટીમમાં ૭ દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યા ન હતા. ભારત એના યુવા ખેલાડીઓને તેમની જગ્યાએ શામેલ કરવામાં આવ્યા. ટીમે જીત હાંસલ કરી જે આપણી મહેનતનું ફળ છે.

(3:44 pm IST)