Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

મેચ ડીડી સ્‍પોર્ટસમાં પણ નિહાળી શકાશે

વરસાદ આવે તો રિઝર્વ-ડે રાખવામાં આવ્‍યો

નવી દિલ્‍હી : ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૨ની સેમી ફાઇનલ અને  ફાઇનલ મેચોનું લાઇવ પ્રસારણ ડીડી સ્‍પોર્ટ્‍સ પર કરવામા આવશે. જો તમારી પાસે તમારા પેકમાં સ્‍ટાર સ્‍પોર્ટ્‍સ નેટવર્ક નથી, તો તમારે સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે નહી. ક્રિકેટ ચાહકો ડીડી સ્‍પોર્ટસ પર આઇસીસી ટી-૨૦ વર્લ્‍ડ કપની નોકઆઉટ મેચો મફતમાં જોઇ શકશે.

ટી-૨૦ વર્લ્‍ડ કપના નોકઆઉટ મુકાબલા સેમિફાઇનલ મેચો માટે આઇસીસીએ   રિઝર્વ ડે રાખ્‍યો છે જેથી વરસાદને કારણે   કોઇ સમસ્‍યા ન સર્જાય. જો મેચનું પરિણામ વરસાદને કારણે નિર્ધારિત સેમી-ફાઇનલ અને અંતિમ દિવસે બહાર ન આવી શકે, તો તે બીજા દિવસે પૂર્ણ થઇ શકે છે.

(3:44 pm IST)