Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ટીમ ઇન્‍ડિયાના ક્રિકેટરોએ બસમાં હોળીએ રમ્‍યાઃરંગ બરસે...ગીત ઉપર નાચ્‍યા

નવી દિલ્‍હીઃ અમદાવાદમાં ટીમ ઈન્‍ડીયાના ક્રિકેટરોનો બસમાં હોળી રમવાનો વીડિયો શુભમન ગીલે શેર કર્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર રંગોથી ધૂળેટી રમી હતી. હોળીના અવસર પર ભારતીય ટીમ અલગ મૂડમાં જોવા મળી હતી રંગોના આ તહેવારમાં કોહલી પણ લાલ-પીળા રંગમાં જોવા મળ્‍યો હતો. નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં પ્રેક્‍ટિસ બાદ ભારતીય ટીમે અનોખી રીતે ધૂળેટી રમી હતી. મેદાનથી હોટેલ જતા સમયે ભારતીય ક્રિકેટરોએ બસમાં ધૂળેટીની ઊજવણી કરી હતી.

બેટર શુભમન ગીલ દ્વારા ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગિલ ટીમની બસમાં બાકીના ક્રિકેટરો સાથે હોળીના રમતાં જોવા મળ્‍યાં હતા. તેમણે એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાવ્‍યો હતો અને આ રીતે હોળી મનાવી હતી.આ દરમિયાન બસમાં હોળીનું ફેવરીટ ગીત રંગ બરસે વાગી રહ્યું હતું. તમામ ખેલાડીઓ આનંદના મૂડમાં હતા. રોહિત તેના સાથી ખેલાડીઓ પર વાદળી રંગ ફેંકતો જોઇ શકાતો હતો.રોહિતે પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલ પરથી એક અલગ પોસ્‍ટ પણ શેર કરી હતી, જેમાં તેની સાથે ઇશાન કિશન, મોહમ્‍મદ સિરાજ, ચેતેશ્વર પૂજારા, સૂર્યકુમાર યાદવ, ગિલ સહિત અન્‍ય લોકોએ કેપ્‍શન આપ્‍યું હતું કે, ૅહેપ્‍પી હોલી મિત્રો

(3:22 pm IST)