Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

વિદેશમાં અમે પણ પડકારજનક પિચ ઉપર રમીએ છીએઃ દ્રવિડ

દરેક દેશ એવી પિચો બનાવતી હોયકે જેનું પરિણામ આવે

નવી દિલ્‍હીઃ પચ વિવાદ મામલે કોચ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે, વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપના પોઈન્‍ટ મહત્‍વના છે અને આ માટે મોટાભાગના દેશ એવી પિચ તૈયાર કરતા હોય છે જેમાં પરિણામ સામે આવે. ત્રણેય ટેસ્‍ટની પિચોને લઈ મુખ્‍ય કોચે કહ્યુ હતુ કે, ‘હું આ બાબતમાં વધુ વિસ્‍તારમાં જઈશ નહીં. મેચ રેફરી તેમના વિચારો વ્‍યક્‍ત કરવા માટે સ્‍વતંત્ર છે. હું તેમના મંતવ્‍યો સાથે સહમત છું કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. મારો અભિપ્રાય શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ જયારે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ પોઈન્‍ટ દાવ પર હોય ત્‍યારે તમારે એવી વિકેટ પર રમવાનું હોય છે જે પરિણામ આપે છે.આવી સ્‍થિતિમાં બેટ્‍સમેનોએ આવી પીચ પર રમવાનો રસ્‍તો શોધવો પડશે.ઙ્ઘ રાહુલ દ્રવિડે સ્‍વીકાર્યું કે ટીમોએ વર્ષોથી જે વિકેટો તૈયાર કરી છે તેના પર રમવું પડકારજનક રહ્યું છે.  આ થઈ શકે છે અને આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. કેટલીકવાર દરેક માટે યોગ્‍ય સંતુલન જાળવવું મુશ્‍કેલ હોય છે અને તે માત્ર અહીં જ નહીં પરંતુ અન્‍ય સ્‍થળોએ પણ થઈ શકે છે.' જયારે આપણે વિદેશ પ્રવાસ પર જઈએ છીએ ત્‍યારે અમારે પડકારજનક વિકેટો પર રમવું પડે છે. અમે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં રમ્‍યા હતા જયાં સ્‍પિનરોએ સારું પ્રદર્શન કર્યું ન હતું.

 

 

(3:23 pm IST)