Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

અમદાવાદ ટેસ્‍ટઃ કાંગારૂઓએ ટોસ જીતી દાવ લીધોઃ ૧૪૯/૨: શીરાજની જગ્‍યાએ શામી ટીમમાં

અમદાવાદઃ ગાવાસ્‍કર- બોર્ડર ટેસ્‍ટ સિરીઝનો અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમ ખાતે પ્રારંભ થયો છે. ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી દવા લીધો છે. આ લખાય છે. ત્‍યારે કાંગારૂઓએ ૬૨ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૪૯ રન બનાવ્‍યા છે.

ઓસ્‍ટ્રેલીયાના કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથે ટોસ જીતી દાવ લેવાનું પસંદ કર્યુ હતું. ઓપનર ટ્રેવીસહેડ ૩૨ રન બનાવી આઉટ થયો હતો. બાદમાં મરનુસ લબુસચંગેને ૩ રનમાં શામીએ કલીનબોલ્‍ડ કર્યો હતો.

સિરીઝના અંતિમ મેચમાં ટીમ ઈન્‍ડિયાએ એક ફેરફાર કર્યો છે. મોહમ્‍મદ શીરાજની જગ્‍યાએ મોહમ્‍મદ શામીને સ્‍થાન અપાયું છે.

આ લખાય છે ત્‍યારે ઓસ્‍ટ્રેલીયાએ ૬૨ ઓવરમાં ૨ વિકેટે ૧૪૯ રન બનાવ્‍યા છે. ઉસ્‍માન ખ્‍વાજા ૬૫ અને સ્‍ટીવ સ્‍મિથ ૩૮ રને દાવમાં શામી અને અશ્વિને ૧-૧ વિકેટ લીધી છે.

(4:05 pm IST)