Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

આ ત્રણ ખેલાડીઓએ ખૂબ નિરાશ કર્યા

ભુવી, હાર્દિક, વરૂણ ધારણા મુજબ પ્રદર્શન ન કરી શકયા : વિરાટનું સપનું રોળાયુ

નવી દિલ્હી : ક્રિકેટપ્રેમીઓને કદાચ એ વાત પર વિશ્વાસ નહીં આવે કે ટી૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતવા માટે જે ટીમ સૌથી મોટી દાવેદાર ગણાતી હતી તે ભારતીય ટીમ હવે સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કરોડો ફેન્સને ટીમ ઈન્ડિયા બહાર થઈ જવાના કારણે ધક્કો લાગ્યો છે જ્યારે ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે પણ આ એક મોટો ઝટકો છે. કારણ કે વિરાટ ટી૨૦માં છેલ્લીવાર આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ વિરાટનું આ સપનું તૂટવા પાછળ કેટલાક ખેલાડીઓનું ખરાબ સિલેકશન પણ સામેલ હતંુ.

૧. ભુવનેશ્વરકુમાર

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં  ભારતીય ટીમનો સૌથી દિગ્ગજ ગણાતો ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર અનેક વર્ષથી ટીમની સૌથી મોટી તાકાત બની રહ્યો હતો. પરંતુ આ બોલર ગત વર્ષે ઈજામાંથી વાપસી કર્યા બાદ પોતાના ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ભુવી ઉપર ખુબ આશા હતી પરંતુ તેનું અભિયાન નિરાશાજનક રહ્યું.

૨. હાર્દિક પંડ્યા

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉપર તેની ફિટનેસ પર અનેક સવાલ ઉઠ્યા. તેની પાસેથી ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને સૌથી મોટા ગેમ ચેન્જર તરીકે આશા હતી. પરંતુ તે બોલ અને બેટ બંનેના પરફોર્મન્સમાં નિષ્ફળ જોવા મળ્યો.

૩. વરુણ ચક્રવર્તી

એક ઉભરતી મિસ્ટ્રી સ્પિનર તરીકે ઓળખ મેળવનારો વરુણ ચક્રવર્તી ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. તેને ટી૨૦ વર્લ્ડ કપમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ કરતા ઉપર જગ્યા અપાઈ પરંતુ આ બોલર આશા પર ખરો ઉતરી શક્યો નહીં.

(3:00 pm IST)