Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

પોતાના બદલે સૂર્યકુમારને દાવમાં ઉતારી કોહલીએ ચાહકોના દિલ જીત્યા

વિરાટની આગેવાનીમાં ૪૯ ટી-૨૦ મેચોમાંથી ૨૯ મેચ જીત્યા : ધોની બાદ બીજા સફળ કેપ્ટન

દુબઈ : નામીબિયા સામેના મેચમાં ટીમ ઈન્ડિયાએ કોહલીને જીત સાથે વિદાઈ આપી હતી. વિરાટ કેપ્ટનશીપમાં બેટિંગ માટે ક્રિઝ પર ન હતો ઉતર્યો. તેમણે પોતાની જગ્યા પર સૂર્યકુમાર યાદને બેટિંગ માટે મોકલ્યો હતો જે પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો.

સોશિયલ મીડિયામાં લોકોએ કોહલીના વખાણના પુલ બાંધ્યા હતા. આ મેચને ભારતે ૯ વિકટથી પોતાના નામે કરી હતી. સૂર્યકુમારે ૧૯ બોલમાં ૨૫ રન બનાવ્યા હતા જેમાં ૪ ચોકા માર્યા હતા.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ૪૯ ટી-૨૦ મેચ રમી છે. તેમણે ૨૯ ગેમ જીત્યા છે. ૧૬ હાર્યા છે. જ્યારે તેમાંથી ૪ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. એક કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ ૧૪૮૯ રન ટી-૨૦ રન કર્યા હતા. વિરાટ એમએસ ધોની બાદ ભારતના બીજા સૌથી સફળ ટી-૨૦ કેપ્ટન છે. તેમણે ૪૨ જીત હાસલ કરી છે.

(3:00 pm IST)