Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

વિદાઇ પહેલા રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને આપ્યો ૭૦ સેકન્ડનો ભાવુક સંદેશ : વર્લ્ડ કપ ન જીતી શકયાનો રંજ દર્શાવ્યો

દુબઈ તા. ૯ : ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે હવે રવિ શાસ્ત્રી વિદાય લઈ રહ્યા છે. જેથી તેમની વિદાયને લઈને ટીમના પ્લેયરોમાં પણ ઉદાસી જોવા મળી છે. તાજેતરમાંજ ટીમના ખેલાડીઓ ડ્રેસીંગ રૂમમાં તેમને ગળે મળતા જોવા મળ્યા હતા. સાથેજ બોલીંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ ગળે મળતા જોવા મળ્યા હતા.

રવિ શાસ્ત્રીની સાથે અન્ય બે કોચનો કાર્યકાળ પણ પૂર્ણ થવા થઈ રહ્યો છે. જે ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ મોજમાં જોવા મળતા હતા ત્યા તેઓ ઉદાસ જોવા મળ્યા હતા. જોકે રવિ શાસ્ત્રીએ એમને વિદાય નથી લીધી પરંતુ તેમણે ખેલાડીઓને ૭૦ સેકેન્ડનો સંદેશો પણ આપ્યો હતો.

તેમણે ૭૦ સેકન્ડ માટે જે વાત કરી તેમા તેમણે ટીમની સફળતાઓને ગણાવી, તે માહોલ યાદ અપાવ્યો જેમા ભારતીય ટીમના ખેલાડીઓએ સફળતા હાંસલ કરી હતી. તે ટીમો વીશે પણ કહ્યું જેમની સામે ભારત પહેલા કયારેય પણ જીત્યું ન હતું. રવિ શાસ્ત્રીએ જતા જતા દરેક પ્લેયરને એવો સંદેશો આપ્યો કે એ ન જુઓ કે તમે શુ મેળવ્યું છે. પરંતુ એ જુઓ કે કઈ કઈ સ્થિતીમાં તમે શું શું મેળવ્યું છે.

૭૦ સેકેન્ડની સ્પીચમાં રવિશાસ્ત્રીએ કહ્યું કરે વર્લ્ડ કપ ન જીતી શકયા તેનું દુખ તો રહેશે. પરંતુ સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ટીમ પર તેમને પુરો ભરોસો છે. ખેલાડીઓ અનુભવથી શીખશે અને બાજી મારશે. ડ્રેસીંગ રૂમમાં રવિ શાસ્ત્રીના પેરવેલનો વીડિયો BCCIએ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમા રવી શાસ્ત્રી ભારતીય ખેલાડીઓને તે વાત કહી રહ્યા છે. જે વાત તેઓ ખેલાડીઓને કહેવા માગતા હતા. બાદમાં તેમણે ખેલાડીઓને તેમજ બાકી સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત લીધી હતી.

(3:39 pm IST)