Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

પાકિસ્તાનના આસિફ અલીની ICC ક્રિકેટર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ

નવી દિલ્હી: પાકિસ્તાનના આક્રમક બેટ્સમેન આસિફ અલીની ઓક્ટોબર મહિના માટેના ICCના સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. આસિફ અલીએ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામે ચાલી રહેલા ICC T20 વર્લ્ડ કપ 2021માં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ન્યૂઝીલેન્ડ સામે 12 બોલમાં 27 રન બનાવ્યા અને અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં 19મી ઓવરમાં ચાર સિક્સર ફટકારી. આસિફના શાનદાર પ્રદર્શનના આધારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં પોતાની પાંચેય મેચ જીતીને પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમને દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ મેચ રમવાની છે.

(5:40 pm IST)