Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રોહિત કિશનને થપ્‍પડ મારવા દોડયો

અમદાવાદઃ અમદાવાદ ટેસ્‍ટના પ્રથમ દિવસનો વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક લોકો કેપ્‍ટન રોહિત શર્માને ટ્રોલ પણ કરી રહ્યા છે.

ગઈકાલે ૬૦મી ઓવરમાં ડ્રિંકસ બ્રેક દરમિયાન ઈશાન કિશન મેદાન પર ખેલાડીઓ માટે પાણી લઈને આવ્‍યો હતો. તે દરમિયાન જલ્‍દી -જલ્‍દીમાં રોહિત શર્માના હાથમાંથી બોટલ લઈને પેવેલિયન તરફ જઈ રહ્યો હતો પણ બોટલ હાથમાંથી છૂટી ગઈ અને મેદાન પર પડી. તે આ બોટલ ઉઠાવવા પાછો ફર્યો ત્‍યારે રોહિત શર્માએ મસ્‍તીમાં તેના પર હાથ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે આ માત્ર મજાક-મસ્‍તી ખાતર કરી હતી.

(4:34 pm IST)