Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

હર્ષલને મેચમાં મળ્‍યા બહેનના નિધનના સમાચાર મળતા તુરંત ઘરે જવા રવાના થયો

નવી દિલ્‍હી : આ વખતે આઇપીએલમાં ૪ મેચમાં ૬ વિકેટ લઇ ચુકેલા રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોર (આરસીબી)ના ૩૧ વર્ષના પેસ બોલર હર્ષલ પટેલની બહેનનું અવસાન થયું છે.
મુંબઇ ઇન્‍ડીયન સામેની મેચમાં ર૩ રનમાં રોહિત શર્મા અને રમણદીપ સિંહની વિકેટ લેનાર હર્ષલને એ મેચ દરમ્‍યાન બહેનના નિધનની જાણ થઇ હતી અને મેચ પુરી થયા બાદ તરત જ તે ટીમના બાયો-બબલમાંથી બહાર આવીને ઘરે જવા રવાના થઇ ગયો હતો. હર્ષલની બહેન થોડા સમયથી બીમાર હતી

 

(3:21 pm IST)