Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

દીપિકાએ ટવિન્‍સને જન્‍મ આપ્‍યાના માત્ર છ મહિનાની અંદર જીતી ટવિન્‍સ ગોલ્‍ડ મેડલ

સ્‍કવોશની વર્લ્‍ડ ડબલ્‍સ ચેમ્‍પિયનશીપમાં અઢી કલાકમાં જીત્‍યા બે ટાઇટલ

નવી દિલ્‍હી : ભારતની ટોચની સ્‍કવોશ ખેલાડી અને ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્‍ની દીપિકા પલ્લીકલ ઓકટોબર ર૦૧૮ બાદ (સાડાત્રણ વર્ષે) પાછી સ્‍પર્ધાત્‍મક ટુર્નામેન્‍ટમાં રમવા આવી છે અને ઓકટોબર ર૦ર૧ માં ટવિન્‍સને જન્‍મ આપ્‍યા પછી માત્ર ૬ મહિનામાં પહેલી સ્‍પર્ધામાં રમી અને તેણે ઉપરાઉપરી બે ગોલ્‍ડ મેડલ જીતી લીધા હતાં. તસ્‍વીરમાં ડાબેથી દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોષાલ અને જોશના ચિનપ્‍પા. દર્શાય છે

 

(3:22 pm IST)