Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રોમાંચક મુકાબલામાં ચેન્નાઇની ઉપરાઉપરી વિકેટો પડતા બાળકો રડવા માંડયા હતાઃ અંતે ધોનીએ ભુલકાઓને બોલ આપી રાજી કરી દીધા

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ નામ નથી પણ લાગણી છે, જો કોઈને આ બાબતે કોઈ શંકા હોય તો તેણે ગઇકાલની પ્રથમ કવોલિફાયર મેચ જોવી જોઈએ.  ચેન્નાઇ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ કવોલિફાયર મેચમાં, મેદાન પર કંઈક એવું બન્યું, જે પછી ક્રિકેટને પ્રેમ કરનાર દરેક વ્યકિત ભાવુક થઈ જશે.

  મેચ ખુબ રોમાંચક હતી અને ચાહકોના દિલમાં તેની ધૂમ મચી રહી હતી.  સ્ટેન્ડમાં બેઠેલી એક છોકરી ચેન્નાઇની વિકેટ પડતાની સાથે જ રડતી જોવા મળી હતી.  આ બાળકી સિવાય મોઈન અલીની વિકેટ પડ્યા બાદ એક નાનો છોકરો પણ રડતો જોવા મળ્યો હતો.  તેના આંસુઓ સિવાય, મેદાનમાં કંઈક બાકી હતું, જે બાકી હતું તે   ધોનીનો કરિશ્મા હતો. જે તે હંમેશા મેદાન પર દર્શાવતો રહ્યો છે.   ધોની મેદાન પર આવ્યો અને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બાળકોના રડતા આંસુને આનંદમાં ફેરવી દીધા.  ધોનીએ ચેન્નાઇ માટે માત્ર મેચ જ જીતી નથી પરંતુ આ જીત બાદ બંને બાળકોનો દિવસ બનાવી દીધો.  ધોની મેચ બાદ તરત જ બંને બાળકોને વિજેતા બોલ આપતો જોવા મળ્યો હતો જે બંને માટે અવિસ્મરણીય ક્ષણ હતી. બંને બાળકો ધોની પાસેથી બોલ મેળવ્યા બાદ તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.

(3:07 pm IST)