Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી ફટકારનારા સૌરાષ્ટ્રના હાર્વિકની મુંબઇમાં એન્ટ્રી

નવી દિલ્હી,તા.૧૨: આઇપીએલની ૧૭મી સીઝનમાં ઈજાને કારણે ખેલાડીઓના બહાર થવાની ઘટના યથાવત્ છે.ઙ્ગમુંબઈ ઇન્ડિયન્સેઙ્ગ૩૦ વર્ષના વિષ્ણુ વિનોદના સ્થાને સૌરાષ્ટ્રના ૨૪ વર્ષના વિકેટકીપર-બેટ્સમેન હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. વિષ્ણુ વિનોદ તેના ડાબા હાથની ઈજાને કારણે એક પણ મેચ રમી શકયો નહોતો. ૨૦૧૮માં અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હાર્વિક દેસાઈએ સૌરાષ્ટ્ર માટે ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી ફટકારી છે. હાર્વિક દેસાઈ કરીઅરમાં ૧૦ સેન્ચુરી અને ૨૯ ફિફટી ફટકારી ચૂકયો છે. ઈજાને કારણે આઇપીએલના ૧૭મી સીઝનમાંથી બહાર થનાર વિષ્ણુ વિનોદ ૧૭મો ખેલાડી બન્યો છે.

(2:13 pm IST)