Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

તારૂ સિલેકશન શ્રીલંકાના પ્રવાસમાં થયું છે

ઋતુરાજ ગાયકવાડની પસંદગી થયાની જાણ એક પત્રકારે આપી હતી

ઋતુરાજ મોબાઈલનું નેટ બંધ કરી સુઈ ગયો હતો, બાદમાં તેને જાણ થતાં તે ચોંકી ગયો હતો

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસમાં ઋતુરાજ ગાયકવાડની પસંદગી થયાની જાણ તેને એક પત્રકારે મોબાઈલ દ્વારા આપી હતી.

આઈપીએલમાં ધમાલ મચાવનાર ઋતુરાજ ગાયકવાડનો શ્રીલંકા સામે ભારતીય ટીમ સમાવેશ કરવામાં આવ્યો છે. ગાયકવાડે છેલ્લા બે આઈપીએલ સીઝન પ્રદર્શનથી દર્શકોનું દીલ જીત્યું છે. શ્રીલંકા ટૂરમાં તેમના સિલેકશનની ખબર પડતાં તેને શોક લાગ્યો હતો.

ગાયકવાડ સુવા ગયો ત્યારે તેમણો મોબાઈલનું ડેટાબંધ કરી દીધો હતો. મોબાઈલથી એક પત્રકારે તેને જાણ કરી કે ટીમ ઈન્ડિયામાં તારૂ સિલેકશન થયું છે. ત્યારે તેને ખબર પડી હતી.

(4:05 pm IST)