Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઋષભ પંતે લગાવ્યો શાનદાર છગ્ગો :ભારતીય ટીમની પ્રેકટીસ મેચનો BCCIએ શેર કર્યો વિડીયો

ભારતીય ટીમ હાલ સાઉથમ્પ્ટનમાં ખૂબ પ્રેકટીસ કરી રહી છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપ  ટ્રોફી પોતાના હાથોમાં જોવા માટે ઉત્સુક છે. આ માટે ભારતીય ટીમ  ઇન્ટ્રા સ્કવોડ મેચ રમીને તૈયારીઓ કરી રહ્યું છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેંડમાં જ ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યું છે. મેચમાં ઋષભ પંતે પ્રેકટીસ મેચમાં શાનદાર છગ્ગો લગાવ્યો હતો. BCCI એ અભ્યાસ મેચનો વીડિયો શેર કર્યો હતો.

આગામી 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. ભારત અને ન્યુઝીલેન્ડ બને ટીમો વિશ્વની ટોચની બે ટીમો છે. બંને વચ્ચેનોં જંગ શાનદાર જામશે. આ માટે ભારતીય ટીમ હાલ સાઉથમ્પ્ટનમાં ખૂબ પ્રેકટીસ કરી રહી છે. નેટ પ્રેકટીસ કરી રહેલે ટીમ ઇન્ડીયાએ, ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી છે. જે મેચમાં અગાઉની માફક જ પંત ફોર્મમાં નજર આવી રહ્યો હતો. જે વિડીયોમાં જોઇ શકાય છે.

BCCIએ શેર કરેલા વિડીયોમાં કેપ્ટન વિરાટ કોહલી, શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે બેટીંગ કરતો જોવા મળી રહ્યાં છે. બીજી તરફ બોલીંગમાં જસપ્રિત બુમરાહ, મહંમદ શામી, મંદમદ સિરાજ, ઇશાંત શ્મા અને આર અશ્વિન નજર આવી રહ્યાં છે. ઋષભ પંતના સિક્સર વાળુ દૃશ્ય વિડીયોના અંતમાં મુકવામાં આવ્યો છે. જેમાં તે સિક્સર ફટકારી, બેટને હવામાં ઉઠાવીને અભિવાદન કરે છે.

(9:01 pm IST)