Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

રાજપક્ષેની આક્રમક બેટીંગે પાક.ની જીત ઉપર પાણી ફેરવી દીધુ : શ્રીલંકા ચેમ્‍પિયન

પ્‍લેયર ઓફ ધ સિરીઝ બનેલા હસરંગાએ કહ્યું અમે ૧૫૦ રનનો ટાર્ગેટ બનાવેલો એક હાર બાદ ટીમે કમબેક કર્યુ

નવી દિલ્‍હીઃ શ્રીલંકાએ પાકિસ્‍તાનને ૨૩ રનથી હરાવીને છઠ્ઠી વખત એશિયા કપ જીત્‍યો અને દેશવાસીઓના ચહેરા પર સ્‍મિત લાવી દીધું.

એક સમયે ૫૮ રનમાં ૫ વિકેટ ગુમાવ્‍યા બાદ શ્રીલંકાએ ભાનુકા રાજપક્ષેના ૪૫ બોલમાં અણનમ ૭૧ રનની મદદથી છ વિકેટે ૧૭૦ રન બનાવ્‍યા હતા. જવાબમાં પાકિસ્‍તાનની ટીમ ૧૪૭ રનમાં આઉટ થઇ ગઇ હતી, જ્‍યારે એક સમયે તેનો સ્‍કોર બે વિકેટે ૯૩ રન હતો. ફાસ્‍ટ બોલર પ્રમોદ મધુશને ચાર ઓવરમાં ૩૪ રન આપીને ૪ અને લેગ સ્‍પિનર વાનિન્‍દુ  હસરંગાએ ચાર ઓવરમાં ૨૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી.

હસરંગાએ ૧૭મી ઓવરમાં ત્રણ વિકેટ લઇને પાકિસ્‍તાનની આશાઓ પર પાણી ફરી વળ્‍યુ હતું. આ પહેલા મધુશને બાબર આઝામ (૫) અને ફખર ઝમાન (૦)ને આઉટ કરીને શ્રીલંકાના સ્‍ક્રુ કડક કર્યા હતા. મોહમ્‍મદ રિઝવાને ૪૯ બોલમાં ૫૫ રન બનાવ્‍યા જયારે ઇફિતખાન અહેમદે ૩૧ બોલમાં ૩૨ રન ઉમેર્યા.

પાકિસ્‍તાનના  સુકાની બાબર આઝમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જે શરૂઆતમાં યોગ્‍ય લાગતુ હતું પરંતુ રાજપક્ષે છેલ્લી ચાર ઓવરમાં ૫૦ રન ફટકારીને શ્રીલંકાને સન્‍માનજનક  સ્‍ક્રોર સુધી પહોંચાડયુ હતું. નશીમ શાહે ચાર ઓવરમાં ૪૦ રન આપીને એક વિકેટ લીધી હતી જયારે હેરિસ રઉફે ચાર ઓવરમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બંનેએ પીચમાંથી મળેલી મદદનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્‍યો અને પાવરપ્‍લેમાં શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી, પરંતુ આ પછી ટ્‍બલશૂટરની ભૂમિકા ભજવતા રાજપક્ષેએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્‍ઠ અડધી સદી ફટકારી.  સ્‍પિનર શાદાબ ખાને ચાર ઓવરમાં ૨૮ રન આપીને એક વિકેટ લીધી હતી. રાજપક્ષેએ ૪૫ બોલમાં છ ચોગ્‍ગા અને ત્રણ છગ્‍ગાની મદદથી અણનમ ૭૧ રન વાનિન્‍દુ હસરાંગાએ ૨૧ બોલમાં ૩૬ રન બનાવ્‍યા હતા. બંનેએ ૫૮ રનની ઝડપી ભાગીદારી કરી હતી, જ્‍યારે એક સમયે શ્રીલંકાનો સ્‍કોર પાંચ વિકેટે ૫૮ રન હતો. રાજપક્ષેએ ચમિકા કરુણારત્‍ને સાથે ૫૪ રન ઉમેર્યા અને શ્રીલંકાને ૧૬૦ની પાર પહોંચાડી દીધી.

પ્‍લેયર ઓફ ધ સિરીઝ બન્‍યા બાદ વાનિંદુ હસરંગાએ કહ્યું હું ૫૨ બેટિંગ કરવા ગયો ત્‍યારે ભાનુકા અને મે ૧૫૦ રન બનાવવાનું  આયોજન કર્યુ હતું. જે યોગ્‍ય હતું. મે તેને કહ્યું કે હું મારી ભૂમિકા ભજવીશ અને મારા શોટ્‍સ રમીશ. શરૂઆતની કેટલીક ઓવરોમાં બોલ સ્‍વિગં થયો, પરંતુ જ્‍યારે મે બેટિંગ કરી ત્‍યારે વિકેટ ખરેખર સારી હતી. હું આ પરિસ્‍થિતિઓમાં સ્‍ટમ્‍પ પર બોલિંગ કરવા માંગુ છુ અને તેથી જ હું સફળ છુ. હું ચુસ્‍ત બોલિંગ કરવાનો પ્રયાસ કરું છું અને ડોટ બોલ બોલ કરું છું. અફઘાનિસ્‍તાન સામે હારબાદ અમારી ટીમે કમબેક કર્યુ. 

(1:35 pm IST)